આગળ જણાવ્યું તેમ અન્ય એકડાઓ કે ગોળની જેમ ‘શ્રી બારીઆ સાતગામ દશાનાગર વણિક સમાજ' નો ગોળ પણ બનાવવામાં આવ્યો. જેમાં નીચેનાં સાતગામનો સમાવેશ કરવામાં આવ્યો. (૧) બારીઆ (૨) દેવકરણના મુવાડા (૩) પુનાદરા (૪) લવાડ (૫) હરખજીના મુવાડા (૬) લાલના માંડવા તથા (૭) દહેગામ. તે સમયે બારીઆમાં સમાજની વસ્તી વધારે હતી અને બારીઆ અન્ય છ ગોમો કરતાં સમૃદ્ધ વધારે હતું. આથી આ સાતગામના સમાજ સાથે બારીઆનું નામ જેડવામાં આવ્યું. સમાજ કંઈક અંશે સ્થિર થતાં સમાજની વ્યવસ્થા બરાબર ચાલે તે હેતુથી સમાજનું સામાન્ય બંધારણ તેયાર કરવામાં આવ્યું અને તત્કાલીન કાર્યકર્તાઓ કે નેતાઓએ સમાજ માટે કેટલાક નિયમો બનાવ્યા. આ નિયમો પૈકી કેટલાક નીચે પ્રમાણે હતા. સમસ્ત દશાનાગર સમાજના સાતે ગામના સભ્યોએ ભેગા મળીને નીચેના નિયમો બનાવ્યા હતા, જેમાં સર્વ સંમતિ સાધવામાં આવી હતી. આ નિયમોનો અમલ સંવત ૧૯૮૦ના આસો સદી બીજ થી કરવામાં આવ્યો, એટલેકે સને ૧૯૨૪ના સપ્ટેમ્બર માસ થી.
(૧) વિવાહ કરનાર વરના બાપ કન્યાને વિવાહમાં રૂા.૮૦૧/- અંકે રૂપિયા આઠસો એકનું પલ્લુ આપે જેમાં સોનું, રૂપું, સાડી વગેરેનો સમાવેશ થાય છે. આ પલ્લાને સ્ત્રી ધન સમજી તે પર પરણનાર સ્ત્રીનોજ અધિકાર ગણવો .
(૨) સાતગામના એકડા બહાર કન્યા પરણાવનાર સાથે નાતનો વહેવાર બંધ થાય. તેની પાસેથી રૂ.૨૦૦૦૧/- અંકે રૂ. વીસ હજારને એકનો દંડ વસૂલ કર્યા બાદ તેને નાતમાં લેવામાં આવે.
Read Moreનાગરોના મનમાં મજબૂત રીતે ઠસી ગયેલું કે ભગવાન વિના આ કાર્ય કદાપિ શક્ય નથી. અને તેથી જ તો તેમણે મહેતાજીની જાનના આ વ્યવસ્થાપકનાં મન ભરીને દર્શન કરેલાં અને એના પડતા બોલને ઝીલી લઈ શક્ય તેટલો લ્હાવો લીધેલો. આ છે એ નસીબદાર આપણા પૂર્વજો નાગર નરનારીઓનું પરમ ભાગ્ય. આજે લગ્નની ચૉરી અને તોરણ વડનગરમાં મોજૂદ છે.
‘નગ૨ એટલે મોટું શહેર’ એમ સાદો અર્થ કરવામાં આવે છે. ‘પાણિની વ્યાકરણ'ના ટીકાકાર કાત્યાયને લખ્યું. કે ‘નાઃ વ પ્રાસાવાઃ યંત્ર સન્તિ ઈતિ નગર:/' એટલે કે જ્યાં આગળ પર્વતો જેવા મહેલો છે એવા શહેરને નગર કહેવામાં આવે છે. વડનગરનું નામ વૃદ્ધનગર હતું ત્યારે તેની વ્યાખ્યા કરતાં ‘નિર્ણય દીપક'માં નીચે પ્રમાણે જણાવેલ છે,
विद्यावृद्धा धर्मवृद्धा ज्ञानवृद्धा हि ये नराः। वसन्ति यत्र तेनैतद् बुधा वृद्धपुरं विदुः ।।
જ્યાં વિદ્યાવૃદ્ધો, ધર્મવૃદ્ધો અને જ્ઞાનવૃદ્ધો વસે છે તેવા નગરને વિદ્વાનો ‘વૃદ્ધપુર’ કહે છે. આ બતાવે છે કે તત્કાલીન નાગરો કેવા હશે. પાણિની વ્યાકરણ અનુસાર નાગર શબ્દની વ્યુત્પત્તિ ‘નગરે ભવ નાગર’ એમ થાય છે ઈ.સ.ના તેરમા સૈકામાં થયેલ શ્રી કંઠદત્ત નામના નાગર બ્રાહ્મણે ‘વૃંદ માધવ’ નામના વૈદક ગ્રંથની ટીકામાં નાગર શબ્દ સુંઠવાચક વ્યુત્પત્તિ બતાવી છે. મહાભારતમાં એક યંત્ર સૂત્રનું નામ ‘નાગર યંત્ર’ જણાવ્યું છે.
Read Moreવડનગર શહેરની મધ્યમાં શર્મિષ્ઠા (સમેળા) તળાવ છે. તે વિશાળ અને ૩૬૦ પગથિયાંવાળું છે. આ તળાવ વડનગરનું આ શર્મિષ્ઠા તળાવ અનેરૂં તીર્થ હતું. અહિંથી ૧૦ ગાઉ દૂર વહેતી સાબરમતીમાંથી કાઢેલી નહેરના કારણે આ વડનગરની અપૂર્વ શોભા અને શ્રદ્ધાનું ધામ હતું. તેના કાંઠાપર પાર્વતીનું અનુપમ મંદિર હતું. નાગરખંડની રચના વખતે તળાવ બારેમાસ નિર્મળ જળથી ભરેલું રહેતું. તળાવની મધ્યમાં એક મોટો બેટ છે.
આપણે જાણીએ છીએ કે ‘સંઘે શત્તિ નીયુને!’ અર્થાત્ ‘કળિયુગમાં સંઘશક્તિ એ મહાન શક્તિ છે.’ અતીતમાં આપણે જ્યારે એક હતા ત્યારે આપણી તાકાત અનુપમ હતી. આપણું ગૌરવ અનોખું હતું. આપણી જાહોજલાલી ટોચ બિન્દુ પર હતી. પરન્તુ જેમ જેમ આપણે અલગ થતા ગયા તેમ તેમ આપણી તમામ શક્તિ ક્ષીણ બનતી ગઈ. આજે આપણે અનેક એકમો (UNITS)માં વહેંચાયેલા છીએ.
Read More