Back To Histroy

(૩) દર વર્ષે ચૈત્ર સુદી ૧૪ના દિવસે આપણા ઈષ્ટદેવ શ્રી હાટકેશ્વર મહાદેવના પાટોત્સવ નિમિત્તે દરેક ગામમાં બધાએ ભેગા મળીને ઉજાણી કરવી. તેમ ન થઈ શકે તો વ્યક્તિગત દરેક કુટુંબે ઉજાણી કરવી.

(૪) નાતના જમણવાર પ્રસંગે દરેકે પીતાંબર પહેરીને જમવા જવું.

(૫) જ્ઞાતિનો કોઈપણ માણસ વિલાયત જઈ આવે તો તે વ્યક્તિએ પાવન થવા માટે વિધિપૂર્વક દેહ પ્રાયશ્ચિત્ત કરવ અને બે નાત કરવી એટલે કે તમામ જ્ઞાતિજનોને બે વખત જમાડવા. આમ કર્યા બાદ જ તેને નાતમાં પ્રવેશ મળે. આ ઉપરાન્ત કરેલ વિવાહ તોડવા તેમજ અન્ય ગુન્હાઓ માટે પણ નાના મોટા નિયમો કરવામાં આવ્યા.

(૬) જ્ઞાતિમાં વિવાહ કરવા બાબતમાં કન્યાપક્ષ તરફથી વિવાહ અંગે લેખ કરવો. તે પર બન્ને પક્ષના વડાની તથા બે ત્રણ સાક્ષીઓની સહીની ત્રણ પ્રતો કરવી. તેમાંથી એક જ્ઞાતિના ગોરને આપવી અને બાકીની બે બન્ને વેવાઈ પામે રહે. ગોર પોતાની પ્રત જ્ઞાતિના પંચની ફાઈલમાં રાખે. ગોરને મત ન મળે ત્યાં સુધી વિવાહ થયો ગણાય નહિ.

(૭) મરણ પાછળ પણ તે સમયે નાત જમાડવાનો રિવાજ હતો. મરનાર પુરુષ કે સ્ત્રીની ઉંમર ૩૦ વર્ષ ઉપરની હોય તો જ નાત કરાય તેથી નાની ઉંમરની વ્યક્તિના અવસાન અંગે નાત કરવી નહિ.

(૮) જ્ઞાતિના કોઈપણ ગુનાના કારણે જે ઈસમને નાત બહાર મૂકવામાં આવે તેની સાથે જ્ઞાતિનો કોઈપણ સભ્ય સંબંધ રાખી શકે નહિ. તેની સાથે દીવો, દેવતા, ખાનપાન વગેરે કોઈપણ પ્રકારનો સંબંધ કોઈ રાખે નહિ એવો કડક નિયમ હતો. આમ તે સમયે જ્ઞાતિનું બંધારણ અમલમાં હતું અને તેનો ચુસ્ત અમલ થતો.

(૯) સાતગામમાં કોઈના ઘેર સીમંત આવે તો તેના માટે નાત કરવાની નહિ. પણ સૌ સૌનું ગામ જમાડે. ખુશીથી નાત કરવી હોય તો છૂટ છે. ગામ જમાડવા ઉપરાન્ત તે ઈસમ નાતમાં રૂા.૧૫/- અંકે રૂા. પંદર પૂરા નાતના લાગાના પંચને આપે. ત્યારબાદ તેનું લ્હાણું શરૂ થાય અને તે લ્હાણું લેવાને પાત્ર બને.

(૧૦ ) કટુંબના કોઈપણ સારા નરસા પ્રસંગે ગોરને કેટલું દાપું આપવું તે પણ નક્કી કરવામાં આવ્યું જેથી કોઈને મન દુ:ખ થાય નહિ.

(૧૧) જ્ઞાતિના પંચે નક્કી કરેલ આ કલમો વિરૂદ્ધ વર્તન કરનાર દંડ યા શિત્રાને પાત્ર ગણાશે, એવો ઠરાવ પણ કરવામાં આવ્યો.

શ્રી બારીઆ સાતગામ દશાનાગર વણિક સમાજ

Our Contacts