Back To Home

અને એ જ રીતે કોઈપણ સમાજની ભવ્ય ઈમારતના પાયા તે સમાજમાં રહેલાં કુટુંબો અને તે કુટુંબોના સભ્યો છે. એટલે જે તે સમાજનું ઉત્થાન કે પતન તે સમાજની વ્યક્તિઓના હાથમાં છે જેમનાથી એ સમાજ બનેલો હોય છે. તેમાં પણ ખાસ કરીને ‘પ્રત્યેક સમાજનું સત્ત્વ તે સમાજના યુવકો અને યુવતીઓ છે.’ તેઓ ધારે તે સ્થિતિમાં સમાજને પહોંચાડી શકે તેમ છે. એટલે જ્ઞાની, વિવેકી, સદાચારી, સેવાભાવી, દીર્ઘદ્રષ્ટા, પ્રગતિશીલ વિચાર સરણી વાળા, ઉત્સાહી, પરગજ, નીતિમાન, કર્મણ્ય અને કોઠા સૂઝવાળાં ભાઈ બહેનો જ પોતાના સમાજની સમસ્યાઓને સમજે છે અને તેના ઉકેલ માટે તેને હલ કરવા સદા મથતાં રહે છે. આ મથવા માટે એક શરત અત્યંત જરૂરી છે અને તે છે ‘પોતાના ઈતિહાસની સાચિ જાણકારી.’ પોતે કોણ છે, પોતાનું મૂળ ક્યાં છે, પોતે કોના વારસ છે, પોતાનું કુળ કયું, પોતાનામાં કોનું રક્ત વહે છે, પોતે કોના વંશજ છે, પોતાની જાત કઈ વગેરે બાબતોની પૂરી માહિતી મળતાં જ તે પોતાની જીવનયાત્રાનો માર્ગ નક્કી કરે છે અને શક્ય તે રીતે પોતાના સમાજને પણ વિકાસના પથપર લઈ જવા પ્રયત્ન કરે છે. એટલે આપણા સૌના માટે આપણો ઈતિહાસ એટલે કે આપણો ભૂતકાળ જાણવો અત્યંત આવશ્યક છે.

તા. ૧૫ ઑગસ્ટ ૧૯૯૩ ના રોજ પ્રકાશિત થયેલ આપણા વસ્તીપત્રકના ચતુર્થ અંકમાં ‘આપણો સમાજ, આપણું મંડળ અને આપણે’ એ શીર્ષક હેઠળના લેખમાં મેં અત્યન્ત ટૂંકમાં આપણા સમાજ અને આપણી પ્રવૃત્તિઓ અંગે માહિતી આપેલી. પરન્તુ ત્યારબાદ કેટલાક ગ્રંથો અને માહિતી દર્શક કેટલાંક પુસ્તકોના વાચન અને અભ્યાસથી આપણા અતીત અંગે વિસ્તૃત માહિતી પ્રાપ્ત થતાં આપણા ઉજ્જવળ, તેજસ્વી અને ગૌરવશાળી ઈતિહાસને આપ સૌની આગળ છતો કરવાનો પ્રયત્ન કરૂં છું.

આપણે સહુ ‘દશાનાગર વણિક’ છીએ. ‘દશાનાગર’ એટલે શું? અને ‘વણિક’ એટલે શું? વળી આપણું મૂળ ક્યાં? આપણો ઈતિહાસ કેટલો લાંબો છે? કેવો છે? આપણા આરંભ કાળથી આજ દિન સુધીમાં આપણા સમાજમાં કેવાં કેવાં પરિવર્તનો આવ્યાં? આપણે ક્યાં ક્યાં પથરાયેલા છીએ? આરંભકાળથી આજ દિન સુધીમાં આપણે શું પ્રવૃત્તિઓ કરી? કેવો અને કેટલો વિકાસ કર્યો? આપણા ઉત્થાન અને વિકાસમાં કયાં કયાં પરિબળોએ ભાગ ભજવ્યો? આપણે કેમ વિખરાયા? આપણે કેવા વાડાઓ રૂપી ગોળ બનાવ્યા? કેમ બનાવ્યા? આપણા આ ગોળ વચ્ચેના સંબંધો કેવા? આપણા અલગ અલગ એકડાના વ્યવહારો કેવા? આપણાં ધાર્મિક, સામાજિક અને વ્યવહારિક કાર્યો માટેની આપણી વ્યવસ્થા શી છે? આપણા વિવિધ ગોળ કે એકડાઓની એકતા સાધવા આપણે કોઈ પ્રયત્નો કર્યા? વગેરે વગેરે જેવી અનેક બાબતો અને સમસ્યાઓ આજે આપણી સામે આવીને મોટા પ્રશ્નાર્થ ચિહ્નરૂપે ખડી થઈ ગઈ છે. પરન્તુ આ બધી જ સમસ્યાઓને હલ કરવા આપણે સહુએ આપણા મૂળમાં જવું પડશે. એ મૂળ કે જડને જાણતાંજ આપણી આગળ આપણી સમસ્યાઓને હલ કરવાના તમામ ઉપાય આવી જશે. તો આપણે સર્વ પ્રથમ આપણા લંબાણ ઈતિહાસને ફંફોસી, ઢંઢોળી, તેનાં મૂળિયાંને ખોતરી તેના વિષે શક્ય તેટલી બધી માહિતી પ્રાપ્ત કરીએ.

પ્રત્યેક સ્થળનું નામ સમયે સમયે બદલાતું રહે છે. શિલાલેખો દ્વારા આપણને પુરાતન અને પ્રાચીન માહિતી સાંપડતી રહે છે. વંથળીના વામનજી મંદિરના એક પાટ ઉપર ઈ.સ.૧૨૯૦નો લેખ છે, જેમાંથી ‘વડનગર’નાં જુદાં જુદાં નામો મળી આવે છે. સતયુપે અનંતપુર ત્રેતા આનન્તધામ વા द्वापरे आनर्तं च वडनगरं कलौयुगे ।

શ્રી બારીઆ સાતગામ દશાનાગર વણિક સમાજ

Our Contacts