Back To About

(૨.) પુરસ્કાર વિતરણ:- પ્રતિવર્ષ લેવાતી તમામ પરીક્ષાઓમાં સમસ્તજ્ઞાતિના વિદ્યાર્થીઓ પૈકી પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબરે ઉત્તીર્ણ થનારને મંડળ પુરસ્કાર આપે છે અને સ્વ. ભાઈશ્રી પ્રશાન્ત પુરુષોત્તમદાસ શાહના સ્મરણાર્થે તેમની યોજના મુજબ વિદ્યાર્થીઓને “ગોલ્ડ પ્લેટેડ સીલ્વર મેડલ’ એનાયત કરવામાં આવે છે.

(૩.) શાળા ફી માટે આર્થિક સહાય :- આર્થિક રીતે નિમ્નસ્તરના જ્ઞાતિબંધુઓને તેમનાં સંતાનોને ભણાવવા તેમની શાળા ફી માં આર્થિક સહાય પ્રતિવર્ષ કરે છે.

(૪.) અન્ય કેળવણી સહાય :- વિદ્યાર્થીઓને તેમના અભ્યાસ માટે પુસ્તકો અને નોટબુકો ખરીદવા પ્રતિવર્ષ આર્થિક સહાય આપવામાં આવે !

(૫.) બૉર્ડ પરીક્ષા ફી સહાય :- ૧૦ અને ૧ ૨ ની ગજરાત માધ્યમિક શિક્ષણ બૉર્ડની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓને સહાય પ્રતિવર્ષ આપવામાં આવે છે.

(૬.) વૃદ્ધ વડિલોનું સમ્માનઃ - પ્રતિવર્ષ ૭૪ વર્ષ પૂરું કરી ૭૫મા વર્ષમાં પ્રવેશ કરનાર વૃદ્ધ વડિલનું સમ્માન કરી તેમને સર રજતમુદ્રા આપવામાં આવે છે.

(૭.) સીજાતા ફંડ સહાય: - નબળી આર્થિક સ્થિતિવાળાં કુટુંબોને વિવિધ સીજાતા ફંડોના વ્યાજમાંથી આર્થિક સહાય પ્રતિવર્ષ આપવામાં આવે છે.

(૮.) સીજાતા અનાજ સહાય :- પ્રતિવર્ષ લગભગ ૪૦ થી ૫૦ કુટુંબોને ઘઉં, ચોખા, તુવરદાળ, તેલ વગેરેની સહાય તેમની પરિઝિ નિમિત્તે આપવામાં આવે છે. આ અનાજ સીજાતા સહાયમાં તેના ફંડમાંથી મળતા વ્યાજ કરતાં પણ વધારે સહાય યુવક મે હોઈ વધારાની રકમ આ ફંડના દાતા શ્રીયુત્ મંગળદાસ ગોપાળદાસ શાહ તથા તેમના સ્વ. ભાઈશ્રી જયંતિ ગોપાળદાસ શાહનાં ધર્મપત્ની બ્લેન શ્રી મંજુલાબેન તરફથી મળતી રહે છે.

(૯.) તબીબી સારવાર સહાય:- જ્ઞાતિનાં કુટુંબોને તેમની તબીબી સારવાર માટે તબીબી સારવાર ફંડના વ્યાજમાંથી જરૂરી સહાય પણ કરવા આવે છે.

(૧૦.) સ્નેહ સંમેલન:- આપણા ઈષ્ટદેવ શ્રી હાટકેશ્વર મહાદેવના પાટોત્સવ પ્રસંગે પ્રતિવર્ષ ચૈત્ર સુદ-૧૪ના રોજ આપણા જ્ઞાતિબંધુઓનું આ સ્નેહ સંમેલન (ઉજાણી) થાય છે અને શ્રીયુત્ પુંજાલાલ ત્રિકમલાલ શાહના સૌજન્યથી તેમનાં સ્વ. ધર્મપત્ની શ્રીમતી જશોદાબેનના સ્મરણાર્થે ઉપસ્થિત તમામ જ્ઞાતિબંધુઓને મિષ્ટ ભોજન અપાય છે.

(૧૧.) મિલન સમારંભ :- પ્રતિવર્ષ દેવદિવાળીના દિવસે આપણા જ્ઞાતિબંધુઓનો મિલન સમારંભ યોજાય છે અને તે પ્રસંગે પુરસ્કાર વિતરણ મહોત્સવ અને વૃદ્ધ વડિલ સમ્માન સમારોહનું આયોજન થાય છે. આ પ્રસંગે શ્રી પંજાલાલ ત્રિકમલાલ શાહના સૌજન્યથી પ્રત્યેક ઉપસ્થિત જ્ઞાતિજનને અલ્પાહાર કે મિષ્ટ ભોજન આપવામાં આવે છે.

(૧૨.) લગ્ન ભેટ :- આપણી જ્ઞાતિની જે કોઈ કન્યાનું લગ્ન થાય તે કન્યાને શ્રી પુંજાલાલ ત્રિકમલાલ શાહ તરફથી એક સુ આકર્ષક મંગલ સૂત્ર કન્યાદાનમાં આપવામાં આવે છે.

(૧૩.) કુટુંબ કલ્યાણ યોજના :- - આ યોજનામાં જોડાનાર જ્ઞાતિબંધુ કે બહેન ફક્ત રૂા.૧૫00/- આપી યોજનાના સભ્ય થાય છે. તમે તેમણે નક્કી કરેલ તેમના દ્વારા નીમેલ વ્યક્તિને રૂા.૫૦OO|- અંકે રૂા. પાંચ હજાર પૂરા આપવામાં

(૧૪.) લ્હાણા વિતરણ :- મુરબ્બી શ્રી રમણલાલ જેઠાલાલ શાહે આ મંડળની સહાયથી મંડળ દ્વારા વસ્તીપત્રકમાં જણાવેલ ૮૨૩ કુટુંબોને સ્ટીલની કથરોટોનું લ્હાણું સને ૧૯૯૨માં આપેલું. જ્યારે શ્રી પુંજાલાલ ત્રિકમલાલ શાહ તરફથી આપણા વસ્તીપત્રકમાં જણાવેલ તમામ કટુંબો ઉપરાન્ત યુવક મંડળના તમામ આજીવન પુરુષ સભ્યોને સ્ટીલની બાલદીનું લ્હાણું સને ૨૦૦૨ના વર્ષ દરમ્યાન આપેલ છે. હવે ૧૮ વર્ષ ઉપરના મંડળના તમામ પુરુષ આજીવન સભ્યોને આપણી જ્ઞાતિના લ્હાણાદાર ગણવામાં આવશે. તેઓ લ્હાણું મેળવવા પાત્ર ગણાશે.

(૧૫.) યાત્રા અને પ્રવાસ :- મંડળે આપણાં ધર્મસ્થાનોમાં જવા વિવિધ પ્રવાસો ગોઠવ્યા હતા. જેની માહિતી આ વસ્તીપત્રકમાં આપવામાં આવેલ છે. આ પ્રવાસો પૈકી (૧) વડનગરની યાત્રા (૨) શ્રીનાથજી, કાંકરોલી, શામળાજી વગેરેની યાત્રા (૩) દ્વારકાધીશ, સોમનાથ વગેરેની યાત્રાઓ શ્રી પુંજાલાલ ત્રિકમલાલ શાહના ખર્ચે મંડળની સહાયથી યોજવામાં આવી હતી.

(૧૬.) જીવનસાથી પસંદગી સંમેલનઃ - મંડળે તા.૧૧-૧૦-૧૯૯૨ ના રોજ દહેગામ મુકામે આપણા શ્રી મ.ના.બા.સા.દ.વણિક છાત્રાલયમાં જીવનસાથી પસંદગી સંમેલનનું આયોજન કરેલું જેમાં સારા એવા પ્રમાણમાં યુવાન ભાઈ બહેનોએ ભાગ લીધેલો જેની ફલશ્રુતિ નિમિત્તે ઠીક ઠીક પ્રમાણમાં યુવક યુવતીઓ વિવાહથી જોડાયાં હતાં. આ પ્રસંગે શ્રી દહેગામ દશાનાગર વણિક યુવક મંડળ, દહેગામના તમામ સભ્યોએ સતત પરિશ્રમ કરી આપણા આ સમેલનને શ્રેષ્ઠ સફળતા અપાવી હતી.

(૧૭.) સમુહ લગ્નો :- અમે છેલ્લા દોઢેક દાયકાથી આપણી જ્ઞાતિમાટે સમૂહ લગ્નો યોજવા મથી રહ્યા છીએ પરન્તુ જ્ઞાતિબંધુઓ તેમાં ન જોડાતાં આ અત્યંત આવશ્યક અને આપણી આર્થિક પરિસ્થિતિને ટકાવી રાખનાર આ પ્રવૃત્તિ આપણે કરી શકતા નહોતા એ આપણા સમાજનું દુર્ભાગ્ય છે. તા.૮-૧૨-૨૦૦૨ના રોજ આપણે પ્રથમ સમૂહ લગ્નોત્સવ ઊજવ્યો. જેની માહિતી આગળ આપવામાં આવી છે. મંડળની ખરી ઈચ્છા છે કે જ્ઞાતિનાં તમામ બાળકો મફત કેળવણી મેળવે અને મફત પરણે જેના કારણે તેમના વડીલો પર તેમનો બોજ ન પડે. આ માટે જ્ઞાતિના ધનિક વર્ગને અમારી નમ્રાતિનમ્ર વિનંતી કે તેઓ પોતાની લક્ષ્મીમાંથી પોતાના સમાજ માટે આવશ્યક મદદ કરી જ્ઞાતિના વિકાસ અને આગેકદમમાં સહાયક બને.

(૧૮.) વ્યક્તિવિકાસ ફંડ :- આપણા સમાજના કોઈ સાહસિક કે પોતાની પ્રગતિ કરવા ઈચ્છતા ભાઈ કે બહેનને લોન તરીકે કોઈ સારી રકમની મદદ કરી શકાય તે હેતુથી એક વ્યક્તિ વિકાસ ફંડ' આપણે એકઠું કરી રહ્યા છીએ. ફક્ત પાંચ વર્ષ સુધી દરવર્ષે રૂા.૫00/- આપી પાંચવર્ષમાં આપ રૂ.૨૫૦૦/- આપો તો આ ફંડ મોટું થતાં આપણે કોઈ વધારે જરૂરીઆત વાળા જ્ઞાતિના સભ્યને વગર વ્યાજે કે તદ્દન નજીવા વ્યાજે સારી એવી રકમની મદદ કરી શકીએ જેથી. તે પોતાનો વિકાસ ધારણા મુજબ કરી શકે.

(૧૯.) સમાજ ભવનનું નિર્માણ આ માટે શ્રી મનનકુમાર જીતેન્દ્રકુમાર શાહના હસ્તે સંવત ૨૦૫૩ના આસો સુદ-૧૨ને સોમવારે તા.૧૩-૧૦-૧૯૯૭ના રોજ સવારે ૭-૧૫ કલાકે સમાજ ભવનનું ખાતમુહૂર્ત કરાવેલું. નાણાંના અભાવે તે નિર્માણ કાર્ય મોડું થયેલ છે. હવે તેનું બાંધકામ પૂરું થઈ ગયું છે.

શ્રી બારીઆ સાતગામ દશાનાગર વણિક સમાજ

Our Contacts